Events

PAST EVENTS

Navratri 2024

 

KMM Royal Convention Centre, Kattanallur

Oct 5th, 2024

માઁ આઘ્યાશક્તિ અંબેની કૃપાથી શારદીય નવરાત્રિના ત્રીજે નોરતે શનિવાર ૦૫ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ વ્હાઈટફિલ્ડ ગુજરાતી એસોસિએશન દ્વારા દરેક ગુજરાતીના પ્રિય અને પવિત્ર તહેવાર નવરાત્રિ મહોત્સવનું પાંચમી વખત આયોજન કરાયું હતું

આ વિસ્તારમાં રહેતા ૭૫૦ ગુજરાતીઓ પારંપરિક ગુજરાતી વેશભૂષામાં સજ્જ થઈને માઁ ભવાનીના ભક્તિરસમાં તરબોળ થઇ જય માતાજી મ્યુઝિકલ ગ્રુપના સુરતાલ અને સંગીતમાં મગ્ન થઈ પારંપરિક અને આધુનિક ગુજરાતી ગરબાની ધૂન ઉપર ઝુમી ઉઠ્યા હતા અને ગરબા રાસ ની રમઝટે નવરાત્રિ ઉત્સવનો ભરપૂર આનંદ ઉઠાવ્યો. WGA ના નવરાત્રિ ગરબા ગીત થકી માઁ અંબે અને બ્રહ્માંડમાં ઉપસ્થિત બધી માઁશક્તિને સાક્ષાત પધારવા, ગરબે રમવા અને પાવન આશીર્વાદ આપવા માટે આમંત્રિત કરવા આહવાન કરવામાં આવ્યું હતું અને હાજર દરેક ભક્તોએ માઁ આઘ્યાશક્તિ જય જગદંબાની આરતીનો લાભ લીધો હતો. ભૂલકાઓને લહાણીનું વિતરણ કરી ગુજરાતી ગરબા અને સંસ્કૃતિ પ્રત્યે ભવિષ્યમાં હંમેશા જોડાઈ રહેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પારંપારિક ગરબા હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નવયુવાઓએ અને યુગલોએ વિવિધ ગરબા કૌશલ્યનું અદભુત, ભવ્ય અને મનમોહક પ્રદર્શન કર્યું અને હાજર તમામને ગુજરાતી પરંપરાનું ગર્વ મહેસુસ કરાવ્યું જે ખરેખર ખૂબ જ પ્રસંશાને પાત્ર છે.

હરિફાઈ ના વિજેતા :

કિડસ
આશ્વી ફજલિયા

બેસ્ટ કપલ
નિધિ અને અદ્વૈત ભટ્ટ
આશિતા સુતરીયા અને રાજેશ સુતરીયા

બેસ્ટ ફીમેલ
જીનલ પટેલ
દિવ્યા કાથવતે

બેસ્ટ મેલ
કુશલ ખંડેરિયા
મહર્ષિ સોલંકી

હાઈ ઍનર્જી પર્ફોર્મર
જય ગાંધી

શ્રેષ્ઠ નવરાત્રી પોશાક
નેહા શાહ અને નિરજ લોડાયા

લકી ડ્રો વિજેતા : ધ્રુવિલ સુતરિયા

WGA Badminton League 2024

 

Ram’s Sports Arena

June 29, 2024

વ્હાઇટફિલ્ડ ગુજરાતી એસોસિએશન ના વાર્ષિક રમતોત્સવ ના અંતર્ગત WBL 2024 નું આયોજન તા.૨૩ જુને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં નાના મોટા મળી ને ૭૯ સભ્યો એ ભાગ લીધો હતો. આનું આયોજન “રામસ સ્પોર્ટ્સ એરેના” માં કરવામાં આવ્યું હતું.

WBL 2024 ની શરૂઆત શનિવાર ૨જૂનના, પ્રેક્ટિસ સેશન થી થઈ હતી, જ્યાં સભ્યો એકબીજાને મળ્યા અને પ્રેક્ટિસ મેચ રમી પોતાના બેડમિન્ટનનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.

પ્રેક્ટિસ સેશન અને ફાર્મમાં ભરેલી વિગતો જેમકે સભ્યો ની ઉંમર, કૌશલ્ય અને તેમના રમત પ્રત્યેના જ્ઞાનને આધારે આયોજક ટીમના ઇન્દ્રવદનભાઈ જાંબુ, પ્રતિકભાઈ શાહ, મલ્હારભાઈ પટેલ, રોનકભાઈ ગોવાણી અને વિશ્વજીતભાઈ બેટાઈ એ ટીમોની રચના અને WBL 2024 ના નિયમો બનાવ્યા હતા.

એકવાર ટીમો જાહેર થતા, ટીમના સભ્યો પોતાની સગવડ પ્રમાણે પ્રેક્ટિસ માટે ઘણી વખત મળ્યા હતા જે તેમને ટીમ બોન્ડિંગ માટે મદદગાર થઇ.

સવારે ૮ વાગે, WBL 2024 ગેમની શરૂઆત કરાઈ હતી. League match and Knock out stage માં કુલ મળીને ૧૦૦ ગેમ રમાડવામાં આવી હતી. 

વિજેતા

બાળકોની શ્રેણી :
વિજેતા – હેત મુનશી
રનર અપ : શ્રેય પટેલ

પુખ્ત શ્રેણી :
વિજેતા – રેકેટ રેબલ્સ
ટીમઃ રોનક ગોવાણી, દર્શન ઠક્કર, પ્રતિક શાહ, રચિત ભગત, રૂષભ દોશી, ધારા પટેલ, હિનલ શાહ

રનર અપ – ગુજરાત સ્મેશર્સ
ટીમઃ વિશ્વજીત બેટાઈ, અમિત ભટ્ટ, કક્ષ કાલરિયા, ક્રુતાર્થ વેગડ, હર્ષ નકરાણી, અપેક્ષા પટેલ, જીનલ તન્મય

હાજર સભ્યોએ WBL 2024 યોજવા માટે કોર ટીમ અને આયોજક ટીમના પ્રયત્નોની પ્રશંસા કરી અને કોર ટીમ ભવિષ્યમાં આવા વધુ કાર્યક્રમોનું આયોજન કરે એવી વિનંતી કરી.ઉર્જા, ઉત્સાહ, ટીમ વર્ક, સ્પોર્ટ્સમેન સ્પિરિટ, વ્યૂહરચના અને ઘણી બધી મજા …આ સમગ્ર અનુભવ આવનારા વર્ષો સુધી તમામ સહભાગીઓ, દર્શકો અને આયોજકોના હૃદયમાં જળવાઈ રહેશે અને ગુજરાતી પરિવારોને ભેગા લાવે તેવા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવા માટે પ્રેરણા આપતા રહેશે. ભાગ લીધેલ સભ્યોએ પોતાના નાના ગ્રુપ બનાવી નિયમિતપણે સાથે રમવાની યોજના કરીને છુટા પડ્યા.

Patangotsav 2024

 

Lake Monfort School, Whitefield

Jan 14th, 2024 

વ્હાઈટફિલ્ડ ગુજરાતી એસોસિએશન દ્વારા ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ રવિવારના રોજ ધુમ્મસમય શિયાળાની સવારે ૭૦૦ થી વધુ સભ્યોની રેકોર્ડ ભાગીદારી સાથે વાદળી આકાશની છત્રછાયામાં, લીલાછમ ગ્રાઉન્ડ ઉપર WGAના પાંચમા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

પતંગ મહોત્સવમાં વિવિધ પ્રતિયોગીતાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પતંગ શણગાર પ્રતિયોગીતા મા વિશિષ્ટ પતંગ શૉ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. પતંગ સુશોભનમાં રામમંદિરની ભવ્ય ઝાંખી, We are WGA, પોંગલ તથા ગરબા અને રંગબેરંગી ફૂમટા ની સજાવટ સાથેના પતંગો સ્પર્ધામાં બાજી મારી ગયા હતા. સાથે સાથે કુશળ પતંગબાજોએ તો ખૂબ જ દૂર ઊંચે સુધી ગગનભેદી પતંગો ઉડાડયા કે જાણે વાદળો સાથે સ્નેહમિલન કર્યું હોય એવી અનુભુતી કરાવી. આબાલવૃદ્ધ સૌએ સ્પર્ધામાં ખૂબ હોંશે હોંશે ભાગ લીધો હતો.

વિજેતાઓ ના નામ

પતંગ સુશોભન સ્પર્ધા
૧. ધારા અને સેજલ,
૨.જાનવી લંગાલિયા
૩.પ્રાહીલ શાહ

પતંગબાજી સ્પર્ધા
૧.દર્શન પટેલ,
૨. ઋષભ શાહ
૩.આનંદ અગ્રવાલ

આશ્વશન ઇનામ
ચિરાગ પટેલ, પર્વ સુથારીયા, તુષાર પંચાલ, દૃમિલ શાહ અને કુનાલ કાપડિયા

વહેલા અને પહેલા વિજેતાઓ

અનિલ પટેલ, પ્રશાંત કસોદારીયા, મયુર ભાડજા, ડેનિસ ઠુમમર અને પાર્થ પટેલ

આ પ્રસંગે શ્રી જીતેન્દ્ર ભાઇ યાજ્ઞિકે સૌને ઉત્તરાયણ ના મહત્વ વિશે જાણકારી આપી. ઉત્તરાયણ મા દાન નુ મોટુ મહત્વ છે. આ પ્રસંગે ગૌદાન ની પહેલ થકી એકત્રિત રકમ મહાદેવપુરામાં આવેલ ગૌશાળા બેંગલોર ગૌરક્ષણ શાળા ખાતે દાન કરી સૌ પુણ્ય ના ભાગીદાર બન્યા.

Navratri 2023

 

KMM Royal Convention Centre, Kattanallur

Oct 15th, 2023 

માઁ આઘ્યાશક્તિ અંબેની કૃપાથી શારદીય નવરાત્રીના પ્રથમ નોરતે રવિવાર ૧૫ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ
વ્હાઈટફિલ્ડ ગુજરાતી એસોસિએશન દ્વારા દરેક ગુજરાતીના પ્રિય અને પવિત્ર તહેવાર નવરાત્રી મહોત્સવનું શુભ આયોજન યોજવામાં આવ્યું.

આ વિસ્તારમાં રહેતા 850 થી વધારે ગુજરાતીઓ પારંપરિક ગુજરાતી વેશભૂષામાં સજ્જ થઈને
માઁ ભવાનીના ભક્તિરસમાં તરબોળ થઇ જય માતાજી ગ્રુપના સુરતાલ અને સંગીતમાં મગ્ન થઈ પારંપરિક અને સાંસ્કૃતિક ગુજરાતી ગરબાની ધૂન ઉપર ઝુમી ઉઠ્યા હતા અને ગરબા રાસ ની રમઝટે નવલી નવરાત્રી ઉત્સવનો ભરપૂર આનંદ ઉઠાવ્યો.

આ પ્રસંગે સૌપ્રથમવાર કોરટીમના સભ્ય શ્રી વીરેન શાહ દ્વારા લિખિત એક અદભુત અને અનન્ય નવરાત્રી ગરબા ગીત થકી માઁ અંબે અને બ્રહ્માંડમાં ઉપસ્થિત બધી માઁશક્તિને સાક્ષાત પધારવા, ગરબે રમવા અને પાવન આશીર્વાદ આપવા માટે આમંત્રિત કરવા આહવાન કરવામાં આવ્યું હતું. જે આ નવરાત્રી ઉત્સવનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું.

આ પ્રસંગે પારંપારિક ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આબાલવૃદ્ધ દરેકે હોંશે હોંશે ભાગ લઈ, વિવિધ ગરબા કૌશલ્યનું અદભુત, ભવ્ય અને મનમોહક પ્રદર્શન કર્યું અને હાજર તમામને ગુજરાતી પરંપરાનું ગર્વ મહસુસ કરાવ્યું જે ખરેખર ખૂબ જ પ્રશંસાને પાત્ર છે.

ભૂલકાઓને લ્હાણીનું વિતરણ કરી ગુજરાતી ગરબા અને સંસ્કૃતિ પ્રત્યે ભવિષ્યમાં હંમેશા જોડાઈ રહેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વધુ એક યાદગાર પ્રસંગ અને એ દ્વારા ઘણી બધી આનંદદાયક ક્ષણો હંમેશા અમારા મનના ચિત્રપટલ ઉપર યાદોના સ્વરૂપે કંદરાઇ ગયી.

હરિફાઈ ના વિજેતા :

સીનિયર સિટીઝન
નીતા ગોવાણી,અશોક ગોવાણી

બેસ્ટ કપલ
ખુશાલ-નિરાલી,પ્રણવ-કંજરી

બેસ્ટ ફીમેલ
પ્રિયંકા પંડ્યા,હેમાલી ઠક્કર,તેજલ કે

બેસ્ટ મેલ
પ્રણવ ઘેલાણી,વિરલ પારેખ,રોનક ગોવાણી

ટીનેજર ગર્લ
આદ્યા મહેતા,આદ્યા મિસ્ત્રી,રૂહી શાહ

ટીનેજર બોય
અંશ ઠક્કર,વંશ ગજરિયા

કિડસ
આશરી ફજલિયા,આહાન ખંડેરિયા,આયંશ ગરવારે

WGA Badminton League 2023

 

Powerplay sports 2, Hoodi

June 10, 2023

વ્હાઇટફિલ્ડ ગુજરાતી એસોસિએશન ના વાર્ષિક રમતોત્સવ ના અંતર્ગત WBL 2023 નું આયોજન તા.૧૦ જુને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં નાના મોટા મળી ને ૪૬ સભ્યો એ ભાગ લીધો હતો. આનું આયોજન પાવર પ્લે સ્પોર્ટ્સ-૨ માં કરવામાં આવ્યું હતું.

બેડમિંટન માટે ૯ ટીમો બનાવવામાં આવી હતી, આ ટીમો સહભાગી સભ્યો ની ઉમર, કૌશલ્ય અને તેમના રમત પ્રત્યેના જ્ઞાન ને ધ્યાન માં રાખી ને કરવામાં આવી હતી. કુલ ૯ ટીમ ની વચ્ચે ૬૦ ગેમ રમાડવામાં આવી હતી.

વિજેતા ટીમ

રોનક ગોવાની, ધવલ શાહ, હર્ષ નકરાની, નિશાંત, મિલનકુમાર પટેલ

સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમને સહુ ખેલાડીઓ અને હાજર સભ્યોએ ખુબજ આનંદથી માણ્યો હતો બેડમિંટન કોર્ટમાં ટીમ બોન્ડિંગ, સ્ટ્રેટેજી અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ દેખાયા હતા. ભાગ લીધેલ ખેલાડીઓએ ગ્રુપ બનાવી નિયમિતપણે સાથે રમવાની યોજના કરી.

WGA નો હેતુ ઘરથી દૂર રહેતા યુવા ગુજરાતીઓને એકસાથે લાવવા અને વ્હાઇટફિલ્ડમાં મજબૂત સમાજ બનાવવાનો છે, કોર ટીમ આ માટે સખત મહેનત કરી રહી છે અને ભવિષ્યમાં પણ પ્રયાસો ચાલુ રહેશે.

Patangotsav 2023

Lake Monfort School, Whitefield

Jan 14, 2023 

We started Patangotsav in 2018 at an organic farm with 225+, in 2019 we upgraded to new lush green venue, in 2020 we upgraded our food menu and introduced Hellaro of Gujarati Jalpan with a participation of 300+…

And After two long years of social distancing gap , In 2023 we upgraded to a even larger venue with full fledged Authentic Gujarati Food Menu, music , dhol taasha and a record participation of 500+ members.

It was so heartwarming to see our WGA family members of all age groups come together under the bright blue sky dressed up in shades of sun, flying kites and playing garba.

We thank you for all your generous donations towards – ગૌ દાન

Decorative Kite Winners
* Saileshbhai Langalia
* Manya Prajapati

Kite flying Winners
* Kriyank Shah
* Namrata Shah

Jaldi Five Winners
1- Jignisha Anil patel
2- Parimalbhai
3- Kishorbhai Naik
4- Pranav Gelani
5- Akash Jeevani

NAVARATRI

Navaratri
Oct 01, 2022

 

વ્હાઈટફિલ્ડ ગુજરાતી એસોસીએશન દ્વારા આયોજિત નવરાત્રિ 2022

માઁશક્તિ અંબેની ભક્તિ નો મહોત્સવ એટલે નવરાત્રી પર્વ. વ્હાઈટફિલ્ડ ગુજરાતી એસોસીએશન દ્વારા ગુજરાતીઓનો સૌથી માનીતો અને પ્રિય તહેવાર નવરાત્રિ નું આયોજન ભગિની આઇકોન, હુડી ના વિશાળ એરકંડીશન હોલ માં ફાસ્ટ ફૂડ બુફે સાથે આકર્ષક દરે કરવા માં આવ્યું હતું. લોકડાઉન પછી આ પ્રથમ પ્રોગ્રામ વ્હાઈટફિલ્ડમાં રહેતા ગુજરાતીઓ માટે આયોજન કરવા માં આવ્યું હતું, જેને સભ્યો ખુબ જ ઉત્સાહથી સમર્થન આપયુ હતું.

સભ્યો પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈ ખૂબ જ ઉત્સાહથી ગરબે ઘૂમ્યા અને દાંડિયાની રમઝટ થકી ભરપૂર મોજ માણી જે ખરેખર ગુજરાતની ગરબીમાં આવ્યા હોય એવો આભાસ સૌને થયો, “જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે સદાકાળ ગુજરાત” એ ભાવનાને ખરા અર્થમાં પ્રતિબિંબિત કરી છે..વિવિધ પ્રતિયોગીતાઓ નું આયોજન થયું હતું , જેના વિજેતાઓ ને WGA દ્વારા, શાસ્ત્રી શ્રી જિતેન્દ્રભાઈ યાજ્ઞિક ના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

વિજેતાઓ ના નામ
બેસ્ટ પ્લેયર ગર્લ : માન્યા, દ્વિષા
બેસ્ટ પ્લેયર બોય : દ્વિજ

બેસ્ટ પ્લેયર ફિમેલ : ભક્તિ ભાનુશાલી, સ્વેતા ઓઝા
બેસ્ટ પ્લેયર મેલ : નિશાંત દલાલ, પ્રણવ ગાંધી

બેસ્ટ કપલ : ધારા અને પ્રતિક શાહ

બેસ્ટ પ્લેયર સિનિઅર સિટીઝન : અંજના બેન , કુસુમબેન

બેસ્ટ આરતી થાળી : દ્રષ્ટિ શાહ

COVID-19 RAAHAT

A Samridhdhi trust initiative, facilitated by WGA
Apr 19, 2020

 

WGA was able to raise Rs 60K in a very short window, which was used by Samridhdhi Trust to procure and distribute One month’s ration to their 35 students’ families (156 people) living in slums in whitefield area. See the photos posted above. Samridhdhi has also shared the list of families who have received the kit and the area served.

Thank you everyone who came forward and contributed towards COVID -19 Raahat.

Together, we have overachieved our target of supporting 25 families.

NAVARATRe 2020

Online

Oct 17-24, 2020

વ્હાઈટફિલ્ડ ગુજરાતી એસોસીએશન દ્વારા માઁ શક્તિ અંબેની ભક્તિનો મહોત્સવ નવરાત્રી પર્વનું આ વર્ષે ઓનલાઈન આયોજન કર્યું હતું. ડિજિટલ પ્લેટફોર્મ ના સથવારે આબાલવૃદ્ધ દરેક સભ્યોએ મા અંબે ની ભક્તિમાં તલ્લીન થઈ પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈ અને ઘરને જ ગરબાનું ગ્રાઉન્ડ બનાવી ગરબા નૃત્ય દ્વારા નવરાત્રીની પરંપરા જાળવી હતી. નવ દિવસનો આ ઉત્સવ સૌએ પોતપોતાના ઘરે જ માતાજીની આરતી કરી અને ગરબા અને દાંડિયા રાસની રમઝટ બોલાવી મનાવ્યો હતો અને ગુજરાતીના દિલમાં ઝઝૂમતો જોશ ઉજાગર કર્યો. સાથે સાથે ગુજરાતની વિવિધ પૃષ્ઠભૂમિનું પ્રતિનિધિત્વ કરી વિશ્વને દરેક ગુજરાતીની ઓળખ અને પ્રિય એવા નવરાત્રી પર્વની ઝલક બતાવી અને ખૂબ જ હર્ષઉલ્લાસથી મા શક્તિની ભક્તિનો તહેવાર ઉજવ્યો.

આ પ્રસંગે સભ્યોએ માતાજીની ગરબી અને આરતી નો થાળ સજાવટ અને સુશોભિત કરવાની પ્રતિયોગીતા અને ગરબા નૃત્યની સ્પર્ધામાં હોંશે હોંશે ભાગ લીધો હતો અને સૌએ પોતાની પ્રતિભાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. અંતે સ્પર્ધકો અને વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા અને આભારવિધિ સંપન્ન કરી મા જગદંબા સૌને સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે જયઅંબે ના જયઘોષથી તહેવાર ની સમાપ્તિ કરવામાં આવી.  

WoW Divas 2020

Herbs and Spices, Whitefield
Mar 7, 2020

 

WGA Women’s Day bruncheon was held at a leisurely countryside outdoor cabana setting ambience. The lifestyle theme based event started off  with an ice breaker game “words in the women world”. The magic unfolded once the fashionistas took over the fashion show ramp. The runner-ups Vaishali Keshariya & Amita Patel were close competitors to the winner, Jayna Bhatt.

Kruti Mehta, certified Zumba instructor, took the group on a joyous musical ride, lifting the spirits up with a fun-filled zumba dance session. Physiotherapist Dr. Dhara Shah gave a demonstrative, insightful talk session about women wellness and self-care in their daily routines.

There was a special Entrepreneurs Edition to recognize women entrepreneurs. Bhakti Shah, had a wonderful display of specialized beauty care products and Bhakti Bhanushali had sponsored eco-friendly return gifts for all the participants.

The event culminated with delicious Indo-Continental delicacies and goodie bags. The WGA Women’s Day Celebration was a wholesome fun-filled lifestyle experience with plenty of learning, networking and socialization opportunities.

Patangotsav 2020

Gopalan Sports Academy, Whitefield

Jan 19, 2020

વ્હાઈટફિલ્ડ ગુજરાતી એસોસિએશન દ્વારા ખુશનુમા શિયાળુ દિવસ ૧૯ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ આહલાદક આકાશ હેઠળ લીલાછમ ગોપાલન ગ્રાઉન્ડ ઉપર સતત ત્રીજા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણની ઉમંગમાં આવી જઈ, ફાફડા જલેબી અને ચીકી ની મિજબાની અને  સંગીતની ધુને, મિત્રો અને પરિવાર સાથે મોટી સંખ્યામાં નાના મોટા સૌ પતંગબાજોએ  અદભુત પતંગકૌશલ થકી રંગબેરંગી અને આકર્ષક પતંગોથી નભને શોળે શણગાર સજી દીધું હતું અને પતંગ- દોરીની સાથે સાથે દિલના તાર પણ જોડી દીધા હતા.

“કાયપો છે” નો ધ્વનિનાદ અને “ઉડી ઉડી જાય” જેવા સંક્રાંતિ સ્પેશિયલ ગીતોએ ઉત્તરાયણની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા..

પતંગ પ્રતિયોગીતા “વ્હાઈટફિલ્ડ વોરિયર્સ” અને વિશિષ્ટ પતંગ શૉ મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર રહ્યા હતા અને એ સાથે સાથે પતંગોત્સવના ગરબા – નવરાત્રી હોય  કે મકરસંક્રાંતિ હોય,અમે ગુજ્જુ ગરબે ઘુમવાનું ના ચુકીયે.

ગુજરાતી જલ્પાન નો હેલ્લારો પૈકી એક એવું સુરતી ઊંધિયું સાથે સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન ગ્રહણ પછી વ્યુ ગેલેરીમાં તંબોલા રમવાની તક પણ જતી ના કરી.

 અનહદ આનંદથી ભરપૂર પતંગોત્સવ ૨૦૨૦ ખરેખર એક યાદગાર  પ્રસંગ બની રહ્યો.

 

Sneh Milan 2019

Zuri Hotel, Whitefield
Dec 1, 2019

 

“જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે સદાકાળ ગુજરાત” એ ભાવના સાથે વ્હાઇટફીલ્ડ ગુજરાતી એસોસીએશન ત્રીજા મંગલમય વર્ષમાં પ્રવેશ કર્યો.

વીતેલા વર્ષની યાદો સમેટી અને નવી યાદોને ઉજાગર કરવા દિવાળી સ્નેહ મિલન સમારંભનું આયોજન ઝૂરી હોટેલમાં તારીખ ૧/૧૨/૨૦૧૯ ના રોજ કરવામાં આવ્યું હતું અને એ સાથે સહભાગીઓ એ Daddy Chef અને Dumb Charades ની રમતોમાં ખૂબ જ ઉત્સાહ થી ભાગ લઇ ખૂબ મઝા કરી. તેજસ્વી તારલા ના છત્ર હેઠળ તેજસ્વી બાળકોને તેમની શૈક્ષણિક, રમતગમત અને ઈતરપ્રવૃતિઓ માટે ભેટ આપી ભવિષ્યમાં વધુ પ્રગતિ કરે અને બીજા બાળકો માટે પ્રેરણારૂપ બને એ માટે પ્રોત્સાહીત કરવામાં આવ્યા.

વાર્ષિક સાધારણ સભા (Annual General Meeting) માં સંસ્થા ના રજિસ્ટર્ડ મેમ્બર્સ દ્વારા ઠરાવ પાસ કરીને કોર ટીમને ફરી એક વર્ષ માટે એસોસીયેશનની કામગીરી કરવા માટે પ્રતિબદ્ધ કરવામાં આવી. સભ્યો એ WGA દ્વારા થતી પ્રવૃત્તિઓ ની સરહાના કરી હતી અને આજે WGA એક સામાજિક સંસ્થા તરીકે વ્હાઈટફિલ્ડમાં મજબૂત સ્થાન પામ્યું છે એવું બહુ મતે માન્યું હતું.

કૈક નવું કરવાની તાલાવેલી અને ગુજરાતીઓની મદદ માટે હંમેશા તત્પર WGA દ્વારા સ્ટાર્ટઅપ ક્લબની નવી પહેલ કરવામાં આવી. જેનું પ્રારંભિક લક્ષ્ય અને ભૂમિકા ગુજરાતીઓને તેમના નવા સાહસમાં મદદગાર બનવાની રહશે અને એ માટે કાર્યકારી ટીમની નિમણૂક કરવામાં આવી.

WGA Navali Navaratri

Samskruti Convention Center, Whitefield
OCT 04 & 05, 2019

માઁશક્તિ અંબેની ભક્તિ નો મહોત્સવ એટલે નવરાત્રી પર્વ. વહાઈટફિલ્ડ ગુજરાતી એસોસીએશન દ્વારા ગુજરાતીનો સૌથી માનીતો અને પ્રિય તહેવાર નવલી નવરાત્રીનું આયોજન સતત બીજા વર્ષે ઓક્ટોબર ૪ અને ૫ ના રોજ બે દિવસ માટે સંસ્કૃતિ હોલમાં અત્યંત હર્ષોઉલ્લાસથી કરવામાં આવ્યું. ગરબા નૃત્ય એ ગુજરાતમાં નવરાત્રીની પરંપરા છે,  બેંગ્લોરના વ્હાઈટફિલ્ડમાં રહેતા ગુજરાતીઓએ પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈ  ખૂબ જ ઉત્સાહથી ગરબે ઘૂમ્યા અને દાંડિયાની રમઝટ થકી ભરપૂર મોજ માણી જે ખરેખર ગુજરાતની ગરબીમાં આવ્યા હોય એવો આભાસ સૌને થયો.
હિતેશભાઈ મહેતાની ટીમે સંગીત અને સુરતાલમા માઁશક્તિના ભક્તિ ગીતો અને ગરબાની સાથે સાથે લોકપ્રિય લોકગીતો જેવા કે સનેડો, ભાઈ-ભાઈ ને નવા અવતારમાં રજૂ કર્યા એ એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું. આ ઉત્સવના ભાગ રૂપે વિવિધ પ્રતિયોગીતાઓ જેવી કે મા અંબેની ચૂંદડીનો શણગાર અને આરતીનો થાળ સજાવટમાં બહેનો સહભાગી થઈ તેમની સર્જનાત્મકતા અને પુરુષાર્થનું ઉત્તમ ઉદાહરણ રજુ કરી ગુજરાતની ઝલક દર્શાવી.
ગુજરાતની વિવિધ પૃષ્ઠભૂમિનું  પ્રતિનિધિત્વ કરીને જન્મજાત ગરબા કુશળતા ધરાવતા ભાગ લેનાર દરેક જોશીલા ગુજરાતીઓએ વરસાદના વિઘ્ન ને અવગણી મોટી સંખ્યામાં કુટુંબ સાથે હાજર રહી “જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે સદાકાળ ગુજરાત” એ ભાવનાને ખરા અર્થમાં પ્રતિબિંબિત કરી છે.

Free Garba Workshop

Forum Neighbourhood Mall, Whitefield

SEPT 15, 2019

WGA members came together to get prepared for the Navatri event at a large atrium of Forum Neighbourhood Mall, Whitefield. Team of experts took the stage and demonstrated blend of traditional and contemporary styles.

Special thanks to the workshop volunteers – Bhakti Bhanushali, Shweta, Gauravi Lokhandwala, Kruti Mehta, Sweety Desai

 

Annual Picnic 2019

Solace Resorts and Spa
JUN 15, 2019

 

All The games and the races
Tug of war and Lagori in the woods
The paper-boats and the rain dance
Today We relived our childhood

A hand in black jack or the luck in the share bazar
This was the most action pack event by far

Toddlers and the senior citizens
Totally Stole today’s show
With broad smiles and big hugs
It’s time for us to go

Thank you everyone for your brilliant participation.

Gujarati Movie - Chal Jeevi Laiye

Aura Cinemas
APR 07, 2019

વ્હાઇટફીલ્ડ ગુજરાતી એસોસિએશન દ્વારા યોજાયુ “ગુજરાતી મૂવી મેનીઆ” સભ્યો માટે વિશિષ્ટ આયોજન.

જિંદગી કેટલી જીવીએ મહત્વનું નથી પરંતુ જિંદગી કેવી રીતે જીવ્યા તે મહત્વનું છે – ગુજરાતી ફિલ્મ “ચાલ જીવી લઈએ” નો આ સંવાદ ગુંજી ઊઠયો ઔરા સિનેમાના સ્ક્રીન ૪ ઉપર, ITPL વહાઈટફિલ્ડ,બેંગ્લોરમાં ૭મી અપ્રિલ રવિવારની સવારે…

આ લાગણીસભર અને રમુજી ફિલ્મને WGA ના ૨૦૦ સભ્યો એ ખૂબજ આનંદથી માણી. ઓરા સિનેમાની લોન્જ અત્યંત આહલાદક હતી અને WGA ના આબાલવૃદ્ધ સભ્યોની હાજરીથી મીની ગુજરાત જેવો અહેસાસ થતો હતો. મુવી જોવાનો અનુભવ પણ ખુબજ રોમાંચકારી રહ્યો હતો.

છેલ્લા શ્વાસ સુધી જિંદગીને મન ભરીને માણી લેવી જોઈએ એવા સાર સાથે “ચાલ જીવી લઈએ” ને વાસ્તવિક જીવનમાં અમલી બનાવવાના સંકલ્પ સાથે સભ્યો છુટા પડયા હતા.

WGA Women's Day 2019

Mugs N Burgers, Whitefield

MAR 8, 2019

What a wonderful morning of togetherness, fun and knowledge sharing. Credit goes to the wonderful Women of WGA (WoW) for the success of our first women’s day celebrations. It was a wonderful morning with karaoke, dance and photo booth The delicious cake and homegardening. The Lucky draw prizes and the funny round of myth or truth. 

We thank you all from the bottom of our heart for your enthusiastic participation , lively presence and wonderful support. Today was the beginning of the pinkest of the bond of sisterhood in our wga community.

 

Sports Day 2019

Gopalan Indoor Sports Complex
FEB 10, 2019

તા.૧૦ ફેબ્રુઆરીએ ઉજાવાયો વાર્ષિક રમતોત્સવ. આ કાર્યક્રમ માં નાના મોટા મળી ને ૭૦ લોકો એ ભાગ લીધો હતો. આનું આયોજન ગોપાલન ઇન્ટરનેશનલ સ્કૂલ સ્પોર્ટ્સ સેન્ટર(વ્હાઇટફિલ્ડમાં પ્રખ્યાત અને શ્રેષ્ઠ રમતોની સુવિધા સાથે સજ્જ) માં કરવામાં આવ્યું હતું.

ક્રિકેટ અને બેડમિંટન માટે વિવિધ ટીમો બનાવવામાં આવી હતી, આ ટીમો સહભાગી સભ્યો ની ઉમર, કૌશલ્ય અને તેમના રમત પ્રત્યેના જ્ઞાન ને ધ્યાન માં રાખી ને કરવામાં આવી હતી. કુલ ૬ ટીમ ની વચ્ચે ક્રિકેટની ૯ રમતો IPL ફોરમેટ થી અને બેડમિંટન ની ૫૪ રમતો PBL ફોરમેટ થી રમાડવામાં આવી હતી.

વિજેતા ટીમ ક્રિકેટ રાજકોટ રોયલ
ઇન્દ્રવદન, બીજલ, મલ્હાર , મિલિંદ, ક્રિમેશ અને વિરેન
વિજેતા ટીમ બેડમિંટન સુરત ચાર્જર્સ
પરેશ, ખુશી, રક્ષા, ભક્તિ, ચિંતન અને હિમાંશુ.

Kids ક્રિકેટમાં રિશી ની ટીમ – રચિત, પાવન, કુશ અને પરિન વિજેતા રહી હતી.

બેસ્ટ પ્લેયર ક્રિકેટ મોક્ષ ભાનુશાલી(૧૧) અને બેસ્ટ પ્લેયર બેડમિંટન ખુશી શાહ(૧૦) ને ફાળે ગયા હતા, જેના પ્રાયોજક Foodies Delight હતા.

સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમને સહુ હાજર સભ્યોએ ખુબજ આનંદથી માણ્યો હતો અને ફરી ફરીથી આવા કાર્યક્રમ યોજાય એવી ઈચ્છા સાથે છુટા પડયા હતા.

Patangotsav 2019

Gopalan Sports Academy, Aavalahalli
JAN 13, 2019

WGA એ ઉજવ્યો પતંગોત્સવ ૨૦૧૯.

વ્હાઇટફીલ્ડ માં બીજી વાર પતંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વ્હાઇટફીલ્ડ ગુજરાતી એસોસિએશન ના સભ્યો અને મહેમાનો એ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.

સવારે ૮ વાગે બ્રેકફાસ્ટ થી શરૂ થયેલા કાર્યક્રમ માં મીઠા સંગીત સાથે સુંદર મેદાન પર રંગબેરંગી પતંગ ચગાવાની મજા સહભાગીઓ માણી હતી.૧૨:૦૦ થી ૧૨:૩૦ પતંગ ને સજાવી ને ઉડાડવાની પ્રતિયોગિતા રાખવા માં આવી હતી જેમાં સુંદર મજાની પતંગો જોવા મળી હતી.જેમાં ટીમ શૈલેષભાઈ અને ટીમ આશિષભાઈ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બધાએ ગરબા નો આનંદ માણ્યો હતો. જમવામાં ઉન્ધીયું અને પુરી નું આયોજન હતું. જમ્યા પછી બધાએ તંબોલા ની રમત માણી હતી.

આ કાર્યક્રમ વાર્ષિક સભ્યો માટે ફ્રી રાખવામાં આવ્યો હતો. નાના મોટા સહુ મળીને ૨૦૦ જેટલા લોકો એ ભાગ લીધો હતો.

Sneh Milan 2018

Zuri Hotel, Whitefield

DEC 15, 2018

વ્હાઇટફીલ્ડ ગુજરાતી એસોસિએશન તરફથી વાર્ષિક યોજના ૨૦૧૮-૨૦૧૯ હેઠળ પહેલો કાર્યક્રમ સ્નેહ મિલન ૨૦૧૮ નું આયોજન Zuri હોટલ વ્હાઇટફીલ્ડ માં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નાના મોટા સહુ એ ખુબજ માણ્યો હતો.

કાર્યક્રમ ની શરૂઆત વડીલો ના હાથે દિપ પ્રાગટય અને શ્લોક સાથે કરવામાં આવી હતી.સંસ્થા ની સ્થાપના થી આજ સુધી થયેલી પ્રવૃત્તિઓ ની માહિતી અપાઈ હતી અને પતંગોત્સવ ૨૦૧૯ ની રૂપરેખા આપતો વિડિયો જાહેર કરાયો હતો.સંસ્થાની નાણાકિય સ્થિતિ ની ટૂંક માં ચર્ચા કરાઇ હતી.

સંસ્થા તરફથી શૈક્ષણિક અને રમતગમત માં સારું પ્રદર્શન કરવા બદલ બાળકો ને પ્રોત્સાહિત કરવા તેમને સંસ્થા દ્વારા માન્યતા આપવામાં આવી હતી. જેમાં વરનીકા હાથી ની સિદ્ધિ ખરેખર પ્રશંસનીય છે. તેમણે Humanities વિષય માં ૯૭ ટકા સાથે સ્કૂલ અને બેંગ્લોર શહેરમાં બીજું સ્થાન મેળવ્યું છે. તો રૂચા ઉપાધ્યાય અને પિયા મેહતા એ કરાટે માં સારું પ્રદર્શન કર્યુ છે. સંસ્થા તરફથી આવા ૧૩ બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ ને રોચક બનાવવા રસોઇ ની રાણી, બોલીવુડ અંતાંક્ષરી અને વિવિધ પ્રકારની એક મિનિટ ગેમ્સ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બધા સભ્યોએ સક્રિય થઈ ને ભાગ લીધો હતો. બોલીવુડ અંતાંક્ષરી માં શોલે ટીમ વિજેતા થઈ હતી. રસોઇ ની રાણી સ્પર્ધા માં ફ્રેયા ખોના ને વિજેતા જાહેર કરાયા.

બધા હાજર સભ્યોએ Zuri ના શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ ભોજન નો સ્વાદ માણ્યો અને ફરી પતંગોત્સવ માં મળશું એવી ઈચ્છા સાથે વિદાય લીધી હતી.

કુંતી ખોના, WGA Core Team.

Navaratri 2018

SKR Convention Hall

OCT 13, 2018

WGA hosted its first solo Navaratri event at SKR  Convention Hall. The event was a huge success with a footfall of 500+ members, and families and friends of members, dancing along to the traditional songs performed live by the famous Hitesh Mehta and Party.

Indoor Cricket Tournament

Gopalan Indoor Sports Complex

AUG 19, 2018

The indoor cricket tournament saw participation from 6 teams consisting of more than 40 players of all age groups. The 6 teams, captained by women, battled it out on the indoor cricket field.

Other members sat in the gallery cheering on every team that played. All the members were engaged in this event, doing activities from umpiring, to scorekeeping, to playing.

Gujarati Movie Screening

INOX, Brookefield Mall

MAR 10, 2018

 દરેક ગુજરાતીના અંતરઆત્મા ને સ્પર્શતી અને આંખો ભીની કરતી સુપર હિટ ગુજરાતી ફિલ્મ “ચલ મન જીતવા જઈએ” ની ખાસ સ્ક્રીનિંગ વ્હાઇટફીલ્ડ ના Inox સિનેમા માં વ્હાઇટફીલ્ડ ગુજરાતી એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. સવાર અને સાંજ એમ બે શો મળી આ ફિલ્મને ૨૨૬ જેટલા વ્હાઇટફીલ્ડ માં રહેતા ગુજરાતીઓ એ નિહાળી હતી. 

ગુજરાત ની ગરિમાને ઉજાગર કરતી ફિલ્મ “ચલ મન જીતવા જઈએ” એ ખરેખર બધા દર્શકોના મન જીતી લીધા. સુખ અને દુઃખ એ દરેક વ્યક્તિ ના જીવન માં એકજ સિક્કાની બે બાજુ છે અને પરિવાર ઉપર આવી પડેલી સંકટ ને એક ગુજરાતી પરિવાર કેવી રીતે સકારાત્મક રીતે અને સંપીને એનો સામનો કરે છે એ આ ફિલ્મના માધ્યમથી દર્શાવવા માં આવ્યુ છે, એ ખરેખર ઓસ્કાર અવાર્ડ ને પાત્ર છે. 

સફળ આયોજન પાછળ પ્રમુખ વિશ્વજીતભાઇ અને કોર ગ્રુપ ના સભ્યો કુંતીબેન અને હર્ષાબેન નો સિંહફાળો હતો.

Patangotsav 2018

Shakya Organic Village

JAN 14, 2018

It was a sunny Sunday, and WGA witnessed the highest-ever footfall till date. More than 225 members gathered on the open ground to fly kites with their families and friends.

While there were cricket bats, badminton racquets, and tyre swings for children, there were cool huts with indoor games for the elderly to escape the scorching heat. There was also a bullock cart for the members to have a mini-adventure on.

 One of the highlights of the day was the Gujarati lunch that everyone had under the trees.

Sneh Milan 2017

Purva Riveria Club House

NOV 19, 2017

Members, both young and old, had a great time, which was evident from all the smiles, laughter, and excitement while enjoying the family games.

The cookery competition and the enthusiastic contestants added to the zest in the atmosphere.

 The honoured guests from Samridhdhi Trust, SIGA, and Prarambh enlightened us about the noble work that their organisations were doing for the society.

Children had their own fun time with creative activities and games.

The event concluded with authentic Gujarati food and few rounds of Garba.

Navaratri 2017 (Partnership with SIGA)

MLR Convention Hall

SEP 21-30, 2017

WGA partnered with Shree Indiranagar Gujarati Association (SIGA) for the Navaratri celebrations at MLR Convention Hall, with the intention of giving a divine, traditional, and fun-filled experience to the members. There was zeal in the participation, truly depicting the power of bhakti and shakti.

On September 23, the aarti was on behalf of WGA, where we revealed the WGA logo, website and Facebook page.

Gujarati Play

Chowdiah Memorial Hall

SEP 10, 2017

WGA had organised a trip to Chowdiah Memorial Hall to witness a Gujarati play called “Prem Nu Paytm”. It was a social comedy play from the stables of Sanjay Goradia Productions, which has given several superhit plays to Gujarati Theatre for the last 3 decades. As engaging it was, it provided insight into the life and its emergencies, and how best can we equip ourselves to deal with it.

We are grateful to the Prarambh Group, to help us connect with the art and culture of Gujarat.

Picnic - A Fun Day Out

Golden Mile Resort

JUL 30, 2017

On July 30, 2017, more than hundred members of the group spent a day at Golden Mile Resort; a day filled with fun, food, and games. There were activities for people of all ages, making it an event that everyone will cherish forever.