હજુ થોડા સમય પહેલાં સુધી Whitefield Gujarati એ બંગલોર ના વાઈટફિલ્ડ પરા માં વસતા, એક બીજા થી તદ્દન અજાણ્યા એવા ગુજરાતીઓ નો સમૂહ હતો. હવે પિકનિક, Whatsapp, પ્રાસંગિક મુલાકાતો તથા અંગત સંપર્ક ને લીધે આપણે બધા એક બીજા થી ઠીક ઠીક પરિચિત થયા છીએ.
આ ગ્રુપ સાથે પહેલેથી જોડાયેલા તમામ ગુજરાતી મિત્રો આ ગ્રુપ ના પાયા ની ઈંટ છે. 
આજે લાભ પંચમી ના શુભ અવસરે આ વાત ની જાહેરાત કરતાં અત્યંત આનંદ અનુભવીએ છીએ કે.. આપણો આ Whitefield Gujarati ગ્રુપ પા પા પગલી માંડતા, મોટો થયી ગયો છે.. હવે થી એ Whitefield Gujarati Association  ના નામે ઓળખાશે. આપણને સહુને સંસ્થા સ્થાપના ની, Association સર્ટિફિકેટ પ્રાપ્ત થયા ની ખૂબ ખૂબ વધાયી છે.
આપ સહુનાં સાથ, સહકાર અને વિશ્વાસ વિના આ અશક્ય જ હતું. આગળ પણ ઉત્સાહ બનાવી રાખજો, આપણે ઘણી quality events અને કાર્યક્રમો સાથે માણવાના છે. આપણા આ પરિવાર ની એકતા આમ જ બની રહે, આપણે એક બીજા ને આમ જ હળતા-મળતાં, મદદ કરતાં રહીયે એવી પ્રભુ ને પ્રાર્થના.
WGA સંસ્થા સાથે જોડાવા માટે વાર્ષિક યોગદાન ની માહિતી ટૂંક સમય માં જ અહીં રજુ કરીશું.