Your encouraging words are our motivation. – WGA Core Team
“Thanks for the show!! Such an inspirational movie!!” – Jiten Rana
“Lovely movie…thanks for bringing it here.” – Minal Shah
“Words may not suffice to express our appreciation for organising such a wonderful movie program. Needless to say it was well planned and arranged. I very much liked it”….Nautam Shah
“Very nice movie and superb arrangements. Big thanks to organizing committee.” – Jignesh Parikh
“beautiful movie…..and thanks a ton to the organising team” – Rajat Dholakia
“Thanks core team for bringing such a thoughtful & entertaining experience to Whitefield.” – Nirmit Dave
“Super inspirational movie. Entire family enjoyed. Thank you WGA core team.” – Rajesh Solanki
“Wonderful seamless organisation of the movie show. Absolutely smooth by the admin team” – Suyog Saraiya
“Such a inspirational and wonderful movie. Thanks WGA core team to bring it in neighborhood theater” – Bina Boda
“Thank you Core team members for bringing the movie.. a lot of efforts would have gone in coordinating with the distributor, the exhibitor, sponsors and with all the WGA members for tickets and seat allocation.. really appreciate..” – Minesh Desai
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની તાજેતરમાં પ્રકાશીત થયેલી સુપર હિટ ફિલ્મ “ચલ મન જીતવા જઈએ” ની ખાસ સ્ક્રીનિંગ વ્હાઇટફીલ્ડ ના Inox સિનેમા માં શનિવાર ૧૦ માર્ચ ૨૦૧૮ ના રોજ વ્હાઇટફીલ્ડ ગુજરાતી એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. સવાર અને સાંજ એમ બે શો મળી આ ફિલ્મને ૨૨૬ જેટલા વ્હાઇટફીલ્ડ માં રહેતા ગુજરાતીઓ એ નિહાળી હતી. અમારા પ્રમુખ વિશ્વજીતભાઇ ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કોર ટીમ ના અથાગ પ્રયત્નો થી આ ફિલ્મ વ્હાઇટફીલ્ડ માં દર્શાવવામાં આવી હતી. સફળ આયોજન પાછળ કોર ગ્રુપ ના સભ્યો કુંતીબેન અને હર્ષાબેન નો સિંહફાળો હતો.
ગુજરાત ની ગરિમાને ઉજાગર કરતી ફિલ્મ “ચલ મન જીતવા જઈએ” એ ખરેખર બધા દર્શકોના મન જીતી લીધા. સુખ અને દુઃખ એ દરેક વ્યક્તિ ના જીવન માં એકજ સિક્કાની બે બાજુ છે અને પરિવાર ઉપર આવી પડેલી સંકટ ને એક ગુજરાતી પરિવાર કેવી રીતે સકારાત્મક રીતે અને સંપીને એનો સામનો કરે છે એ આ ફિલ્મના માધ્યમથી દર્શાવવા માં આવ્યુ છે દરેક ગુજરાતીના અંતરઆત્મા ને સ્પર્શતી અને આંખો ભીની કરતી આ ફિલ્મ ખરેખર ઓસ્કાર અવાર્ડ ને પાત્ર છે. આ ફિલ્મનો બીજો ભાગ થોડા સમય મા પ્રકાશન થશે અને બધા ગુજરાતીઓ એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ફિલ્મને વ્હાઇટફીલ્ડ માં દર્શાવવામાં અત્યારથી જ આશા બંધાઈ છે. વ્હાઇટફીલ્ડ ગુજરાતી કોર ટીમ તેને દર્શાવવાના પૂરા પ્રયાસ કરશે.
અમારા આગામી કાર્યક્રમ ની જાણકારી માટે અને અમારી સાથે જોડાવા માટે અમારી વેબસાઇટ www.whitefieldgujarati.org જરૂર થી જોજો. – Viren Shah (WGA Core Team)